Friday, 20 May 2016

"बहती हवा सा था वो "



"बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो कहा गया उसे ढूंढो"

એવુ તે વળી શું થયું કે આ ગીતોની લાઇનો ગાનારો આજે અચાનક અદ્રશ્ય થઈ ગયો ? એવુ તે વળી અનાથી શું બોલયું કે આજે '' તારે જમીન પર" નો શિક્ષક  ના તો કોઇ જાહેરાતોમાં કે ના તો કોઇ સોશિયલ મિડીયામાં કે પછી ના તો કોઇ પબ્લિક પ્લેસમાં જોવા મળતો નથી ? 'From the darkness to light' (અજ્ઞાનથી જ્ઞાન તરફ) દોરી જનાર આ P K અચાનક ક્યા  અદ્રશ્ય થઈ ગયો ?  '' લાઈફ જિંગા લાલા" અને '' દિલ કી ડિલ" વાળો ક્યા ગયો?


આ વાત થઈ રહી છે 'Sarfarosh' ના ACP અજયસિંહ રાઠોડ , PK અટલે કે  આમીર ખાનની. એક વર્ષ   પહેલા અસહિષ્ણુતા ના મુદ્દે બોલનાર આ PK ઘણા મહાનુભાવો દ્રારા પાકિસ્તાન મોકલી દેવાયો. આમીર ખાને અસહિષ્ણુતાના મુદ્દે પોતે ખરેખર શું અનુભવે છે એવું ટિવટ કર્યુ . ભારત દેશના બંઘારણ મુજબ દરેક વ્યક્તીને વાણી સ્વાતંત્રનો અધિકાર મળેલ છે અને નાનામાં નાનાં વ્યક્તીથી માંડી મોટા સુધી, ગરીબ હોય કે પછી પૈસાદાર હોય કાયદો તો બધા માટે એક સમાન છે બસ એમ માની અસહિષ્ણુતાનાં મુદ્દે  PK આ વાત રજુ કરી.  પછી શું!  જેમ ઉનાળો અત્યારે અગન  ગોળાઓ વરસાવી રહયો છે તેમ તેના પર ચારે દિશામાંથી દેશદ્રોહી જેવો પ્રહારો થવા લાગ્યાં. આપણા દેશના રાજકારણીઓ તો બેફામ ટિવ્ટ કરે છે એને તો કોઇ પાકિસ્તાન મોકલવાની વાત કરતું નથી અને ભાઈ ! શા માટે પાકિસ્તાન જ ? કેમ લંડન નહી ?
આપણા ઘાણા સગાં ત્યાં રહે છે જેમ કે લલીત મોદી, વિજય માલ્યા ! તો પછી પાકિસ્તાન જ કેમ?

જો ખરેખર વાણી સ્વાતંત્રનો અધિકાર મળેલ હોય તો આ PK બિજા ગોળા પર ન ચાલ્યો ગયો હોત જેમ કે તે અત્યારે કોઈપણ જગ્યાએ જોવામાં નથી આવતો. ( "Humra gola par log jhoot nahi bolta hai") એટલે એના ફિલ્મના એક ડાયલોગ દ્રારા આ વાતનો મમૅ સમજાય છે કે એ ખરેખર કેહવા શું માંગતો હતો.  તો પછી એવુ તે વળી શું બોલયું કે આ પિકે એકાએક " Atithi Devo Bhav", " SnapDeal", "Tata Sky" .. જેવી જાહેરાતોમાથી દુર કરવામાં આવ્યો ? અને મિત્રો એક વાત તો છે કે ભારત દેશમાં હીરો માંથી જીરો બનતા કાંઇ વાર નથી લાગતી !  શું આ ખરેખર લોકશાહી છે? છે તો પછી આંખ આડા કાન કેમ ? 

work-sited  

1 comment:

Vinod Rabhadiya Publication: Death

Vinod Rabhadiya Publication: Death :   Death How long will it say? It must be come one day, could you tell, come on another day?   Nobody ca...